Monday, 6 November 2017

તખતેશ્વર મહાદેવ ભાવનગર ઇતિહાસ





તખ્તેશ્વર મહાદેવ ભાવનગર ઈતિહાસ


સિધ્ધરાજસિંહ ગોહિલ પડવા
આઠ વર્ષ સુધી એક હજાર કારીગરોએ શ્રમદાન કરી ને બનાવ્યું
મંદિર પરથી દેખાય છે આખું ભાવનગર શહેર..

શ્રી તખ્તેશ્વર મહાદેવ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાંના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લાના મુખ્ય મથક ભાવનગર શહેરની મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલું શિવલિંગ ફરતે સોનાનો થાળ ધરાવતું મંદિર સંપુર્ણપણે સફેદ આરસપહાણના પથ્થરો વાપરીને ઉંચી પ્લીંથ પર બનાવાયેલું છે.
તે ૧૮૯૩ની સાલમાં બાંધવામાં આવ્યુ છે.
અહીંથી ભાવનગર શહેરને ઉંચાઇ પરથી જોવાનો અનેરો લ્હાવો મળે છે.
તખ્તેશ્વર મહાદેવનું મંદિર ભાવનગરની આગવી ઓળખ સમાન ગણવામાં આવે છે.
જે 1883માં સફેદ આરસાપહાણમાંથી એક ટેકરી પર બનાવવામાં આવ્યું છે.
આ મંદિરની ટેકરી પરથી આખા ભાવનગરનું રમણીય દ્રશ્ય જોઇ શકાય છે.
મંદિરશ્રી તખ્તસિંહજી રાજાએ સં.1949, ઈ.સ. 1893માં જાન્યુઆરી માસમાં મહાદેવજીની પ્રતિષ્ઠા કરી ભાવનગરની પ્રજાના દર્શન માટે ખુલ્લુ મુક્યું.
મંદિરનો ઈતિહાસ ખૂબ સુંદર છે.
શાંત રમણીય અને સુંદર પહાડી-ટેકરી ઉપર આવેલું મંદિર લગભગ 120 વર્ષ પુરાણું છે.
એકવાર મહારાજા તખ્તસિંહજી યાત્રા કરવા નિકળ્યા. પરત ફરતી વખતે બોટાદ ગામ પાસે એક સંત મળ્યા ખૂબજ ઠંડી હતી તે વેળાએ રાજાએ સંતને શાલ ઓઢાડી.
તે સમયે સંતે ફૂંક મારીને શાલ બાળી નાખી.
સંતનું નામ મસ્તરામબાપુ હતું.
બનાવ જોતા તખ્તસિંહજી રાજા સમજી ગયા કે કોઈ ચમત્કારી મહાપુરૂષ લાગે છે.
નીચે ઉતરી તુરત પૂછ્યું ‘મહાત્માજી મારે લાયક કોઈ હુકમ?’
સમયે સંત તેની ભાષામાં બોલ્યાં.
‘તખ્તા કરી લાત હાથ પકતા’,
‘ફીર આયેગા વક્તા (વક્ત)’,
બાત મસ્તરામ બક્તા. 
તું બારશે પાદરનો ધણી છો.
તારી સ્મૃતિ કાયમ રહે માટે તું મંદિર બંધાવ, દવાખાના, ધર્મશાળા, શાળા કોલેજ બંધાવ.
તારા નાશ પછી તારૂ કામ તને કાયમ ચિરંજીવ રાખશે. રીતે તેને મંદિર બાંધવા નિર્ણય કર્યો.
શહેરની હેરીટેઝ પ્રોપર્ટીમાં તેનો સમાવેશ થાય છે. આરસની કોતરણી મનમોહક છે.
મંદિરના પરિસરમાં બેસી શિવ નામ સ્મરણ કરવાથી ભક્તો પોતાની જાતને ધન્ય માને છે.
ટેકરી ઉપરથી સમગ્ર ભાવનગર શહેરનું દર્શન મહાદેવજી કરે છે અને ભાવનગરવાસીઓને ધન્યતા બક્ષે છે.
એક રાત્રિએ રાજાના સ્વપ્નમાં મહાદેવજી આવ્યા ને કહ્યું ‘હે રાજા નર્મદા કિનારેથી મારૂ લીંગ લાવીને મારી સ્થાપના કરજે.
તે રીતે તખ્તસિંહજી રાજાએ સંતના આદેશથી પોતાની સ્મૃતિમાં તખ્તેશ્વર મહાદેવજીની સ્થાપના કરી.
મંદિર સંપૂર્ણ આરસમાંથી બનેલું કલાત્મક નમૂનારૂપ છે.