***Nagative NOTA***
***નકારાત્મક મત નોટા***
ચુંટણીની સિઝન આવવાથી હમણા હમણા NOTA વિશે ખુબ જ ચર્ચાઓ ચાલે છે અને સોશિયલ મિડિયા તેમજ અન્ય માધ્યમ દ્વારા NOTA ને લગતી સાચી-ખોટી અને ભ્રમિત માહિતીઓ ફેલાવવામાં આવી રહી છે.
લોકો ને મનફાવે તેવુ અર્થઘટન કરી અને અફવાઓ ફેલાવી રહ્યા છે,
કોઈ કહે કે નોટામાં અમુક ટકા વોટ પડે તો ચુંટણી રદ્દ થાય વગેરે વગેરે બકવાસ વાતો.
NOTA = None Of The Above એટલે કે શુદ્ધ ગુજરાતીમાં ઉપરમાંથી કોઈ નહી,
એટલે એમ કે ચુંટણીમાં જેટલા લોકોએ ઉમેદવારી નોંધાવી છે તે તમામ માંથી એક પણ ઉમેદવારને મત ના આપવો એનુ નામ નોટા.,
નોટાનો મતલબ એમ થાય છે કે તમને કોઈ ઉમેદવાર પસંદ નથી એટલે તમે કોઈપણ માણસને તમારો મત આપવાને બદલે નકારાત્મક વોટ આપો છો.
અને નોટામાં મત આપો તે મત આમાન્ય મત ગણાવવામાં આવે છે જ્યારે મત ગણતરી વખતે ફક્ત માન્ય મતોની જ ગણતરી ધ્યાનમાં લેવામાં આવે છે.
ઘણા ડફોળ દ્વારા એવો મેસેજ ફરતો કરવામાં આવ્યો હતો કે “જો અમુક ટકા વોટ નોટામાં પડે અને આવુ કુલ ત્રણ વાર બને તો ચુંટણી રદ્દ થાય અને ફરીવાર ચુંટણી થાય” અરે મુર્ખાઓ જો તમે ક્યાંક લગ્ન પ્રસંગમાં જાવ અને ત્યા મેનુમાં કુલ પાંચ પ્રકારના મિષ્ટાન હોય અને તમને પાંચમાંથી એક પણ મિષ્ટાન ના ભાવે તો શું લગ્ન રદ્દ થાય???
ભાઈ તમને મિષ્ટાન ના ભાવે તો મિષ્ટાન પસંદ નથી આવ્યુ તેવો અભિપ્રાય આપી શકો પણ લગ્ન રદ્દ થાય કે પછી બીજુ નવુ ભોજન બનાવવાનુ ક્યારેય શક્ય નથી
નોટામાં ગમે તેટલા મત પડે પણ હાર-જીતનો ફેંસલો તો નોટા સિવાયના બાકીના કુલ માન્ય મતોની બહુમતિ આધારે જ નક્કી થાય
#ઉદાહરણ_તરીકે :-
કુલ -૧૦૦ મત હોય તેમાંથી,
#૭૦_મત_નોટામાં પડે તેમજ
#૨૦_મત_મગનભાઈને મળે અને
#૧૦_મત_છગનભાઈને મળે એટલે પરિણામે કુલ ૧૦૦ માંથી ૨૦ મત સાથે મગનભાઈને વિજેતા જાહેર કરવામાં આવે,
પરિણામ વખતે કુલ ૭૦ નોટા મતો કોઈ ગણતરીમાં કે ધ્યાનમાં લેવામાં આવતા નથી કે તેનાથી પરિણામ ઉપર કોઈ ફરક પડતો નથી.
ભારતના ચુંટણી પંચના ઓફિસીયલ લેટર નં. ECI/PN/48/2013 તા.૨૮/૧૦/૨૦૧૩ થી આપેલ અખબારી યાદીમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ છે કે સુપ્રિમ કોર્ટના તા.૨૭/૯/૨૦૧૩ ના ચુકાદા આધારે ચુંટણી પ્રક્રિયામાં મતદારને નોટાનો વિકલ્પ આપવો જે આધારે નોટાનો વિકલ્પ આપવામાં આવ્યો છે તેમજ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ – ૧૯૫૧ ની કલમ ૬૫ મુજબ કુલ મતદાનમાંથી નકારાત્મક વોટ (NOTA) બાદ કરતા બાકી વધેલા માન્ય વોટમાંથી જે ઉમેદવારે સૌથી વધારે મત મેળવ્યા હશે તે વિજેતા ગણાશે.
#આમ_નોટામાં_મત_આપવાથી_પરિણામ_ઉપર_કોઈ_અસર_નહી_પડે
તા. ક.-
વાયા સોશિયલ મિઙિયા
No comments:
Post a Comment