શિક્ષક
શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ ઈચ્છે છે. શિક્ષકની એ ધરા હોય છે, જે વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે.
તે પ્રેરણાના ફુવારાથી બાલક રૂપી મનને સીંચીને તેના પાયાને મજબૂત કરે છે અને તેના સર્વાગીણ વિકાસ માટે તેનું માર્ગદર્શન કરે છે. પુસ્તકી જ્ઞાનની સાથે નૈતિક મૂલ્યો અને સંસ્કાર રૂપી શિક્ષાના માધ્યમથી એક ગુરૂ જ શિષ્યના સારા ચરિત્રનું ઘડતર કરી શકે છે.એક એવી પરંપરા આપણી સંસ્કૃતિમાં હતી, તેથી કહેવાય છે કે 'ગુરૂ બ્રહ્મા , ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા. ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ: શ્રી ગુરૂદેવ નમ:. ઘણા ઋષિ મુનિયોએ પોતાના ગુરૂઓની તપસ્યાને શિક્ષાને મેળવીને જીવનને સાર્થક બનાવ્યુ. એકલવ્યએ દ્રોણાચાર્યને પોતાના માનસ ગુરૂ બનાવીને તેમની મૂર્તિને પોતાની સામે મુકીને ઘનુર્રવિદ્યા શીખી. આ ઉદાહરણ દરેક શિષ્ય માટે પ્રેરણાદાયક છે.ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણએ શિક્ષા મેળવવા માટે બાળપણમાં પોતાનુ ઘર છોડીને શિક્ષા મેળવી અને પોતાના જીવનને સાર્થક બનાવ્યુ. વિદ્યા જેવુ અમૂલ્ય ધન મેળવવા માટે આપણે હંમેશા એક સારા ગુરૂની શોધ કરતા આવ્યા છે. કારણ કે એક સારા શિક્ષક જ આપણા ભવિષ્યનુ નિર્માણ કરી શકે છે.વિદ્યાર્થી પોતાના ગુરૂને જીવનના દરેક ક્ષણ પર યાદ કરે છે અને તેમની વિશેષતાઓને પોતાના વ્યક્તિત્વમાં લાવવાનો પ્રયાસ કરે છે. સારા શિક્ષકથી શિક્ષા મેળવ્યા વગર આપણી અંદર સદ્દવિચાર આવવા મુશ્કેલ છે. આ શિક્ષા જ આપણા માનવ જીવનમાં સદવિચારોને જન્મ આપે છે. પ્રાચીન સમયમાં શિષ્ય ગુરૂકૂળમાં રહીને શિક્ષા મેળવતા અહ્તા. આજે આ શિક્ષા ગુરૂકુળમાંથી થઈને આલીશાન અને ભવ્ય ઈમારતોમાં આવી ગઈ છે જેને આપણે શાળા કહીએ છીએ.આપણા શિક્ષકોએ પોતાની જવાબદારીને નિભાવવી પડશે, ત્યારે જ રાષ્ટ્રના આ કોમળ ફૂલ મજબૂત હ્રદયથી રાષ્ટ્રને મજબૂત કરશે. વિદ્યા દદાતિ વિનયમ. અર્થાત વિદ્યા વિનયથી શોભે છે, જે જેટલો વિદ્વાન હશે તે એટલો જ નમ્ર પણ હશે. શિક્ષાનું સ્વરૂપ બદલાતુ જાય છે. પરંતુ પ્રતિસ્પર્ધાના યુગમાં માનવ પોતાની જવાબદારીઓને ભૂલતો જઈ રહ્યો છે.શિક્ષાથી જ માનવ જીવનનુ કલ્યાણ થઈ શકે છે. શિક્ષા વગરનો માનવીની સફળતાની પરિકલ્પના કરવી અશક્ય છે.ખુબ સાદી અને સરળ રીતે કહી શકાય કે જે શિક્ષા આપે તે શિક્ષક . જે જીવન ઘડતર મા મદદ રૂપ થાય અને જીવન ના મૂલ્યો ની સાચી સમજ આપે એ શિક્ષક .શિક્ષક નું યોગદાન સમાજ મા ઘણું મહત્વ નું છે .
શિક્ષક ફક્ત ભણાવતા જ નથી ,વિદ્યાર્થી ના જીવન મા સારા સંસ્કારો નું સિંચન કરી પાયો મજબૂત બનાવે છે . વિદ્યાર્થી ની કાર્ય ક્ષમતા ને ઓળખી , તેનાં રસ રુચિ પ્રમાણે તેનાં જીવન ની દિશા નક્કી કરવા મા મદદ કરે છે .
સારા શિક્ષક વિદ્યાર્થી ને તેની ઉણપ દેખાડી હડધૂત કરતા નથી પણ એને ઉણપ ને દુર કરવા મા મદદ કરે છે . જીવન મા પ્રગતી નો માર્ગ મોકળો કરવા માં મદદ કરે છે . બાળપણ થી જ શિક્ષક અને બાળક સાથે એક સેતુ રચાય છે , જે ધીરે ધીરે મજબૂત બને છે અને એના જીવન માં એક અમિટ છાપ છોડી જાય છે .
બાળક નું મન તો કોરી સ્લેટ જેવું હોય છે , એના પર શિક્ષક ના વર્તન ની સારી કે ખરાબ છબી ઉપસતી હોય છે .
દર વરસે ૫ મી સપ્ટેમ્બરે શ્રી સર્વપલ્લી રાધા કૃષ્ણ ના જન્મ દિવસ ને શિક્ષક દિન તરીકે ઉજવાય છે .
શું આ ઉજવણી થી કાંઈ સિદ્ધ થાય છે ?
આજે પણ નાના ગામડાઓ માં છોકરીઓ ને કહેવા માં આવે છે ,’તારે ભણી ને શું કામ છે , ઘરકામ શીખ .’ આટલા વરસો ની શિક્ષક દિન ની ઉજવણી થાવા છતાં નાના ગામડા નું જનમાનસ કેમ બદલાયું નથી ? કારણ સૌ જાણે જ છે પણ ઉપાય માં કોઈ ને રસ નથી .
શિક્ષણ સંસ્થા માં બાળકો ની સલામતી જોખમ માં હોય છે , અત્યાચાર ,બળાત્કાર ના કિસ્સાઓ બાળકો ને શિક્ષણ થી વંચિત રાખવા માં મહત્વ નો ભાગ ભજવે છે . તો શહેરો માં મોંઘુદાટ શિક્ષણ , અંગ્રેજી ઉચ્ચ શિક્ષણ ની ઘેલછા , આંધળું અનુકરણ શિક્ષણ ને વિકૃત બનાવે છે . આજનું શિક્ષણ સાક્ષર તો બનાવે છે પણ પગભર નથી બનાવતું . આજે બાળકો ને ગમ્મત સાથે જ્ઞાન ના બદલે બોજા રૂપ ભણતર લાગે છે . બાળકો નું બચપન પુસ્તકો ના ભાર તળે દબાઈ ગયું છે .બળદ ની જેમ સ્કુલ બેગ નો ભાર વેંઢારતા બાળકો ની ક્યા કોઈ ને દયા આવે છે ?શિક્ષક અને શિક્ષણ બંને ને અનીતિ નો લુણો લાગી ગાયો છે .પોપટ ની જેમ ગોખી પરીક્ષા પાસ કરવી એજ આજના વિદ્યાર્થી નું લક્ષ્ય બની ગયું છે .સંસ્કાર ધામ ગણાતી શાળાઓ અનીતિ ના ધામ બની ગઈ છે . આ બધા દુષણો ને નાથવા ના ઉપાયો વિષે તો વિચારવું જ પડશે ને ! કોઈ નક્કર પગલા લેવા પડશે ,તો જ શિક્ષક દિન ની ઉજવણી લેખે લાગશે .

No comments:
Post a Comment