Monday, 2 November 2015

સઘળું આપી દિધું, તોય અમે ખરાબ

Follow Me - Sidhdhrajsinh Gohil Padva

સઘળું આપી દિધું
                     તોય અમે ખરાબ
સાવ સાચું કહી દિધું
                      તોય અમે ખરાબ

અરે બીજાના બાપનું કંઈ નથી ગયું
અમારુ લોકશાહીએ લય લીધું
તોય અમે ખરાબ......

અમે મહેલોય જોયા છે
અમે ઝુંપડાંય જોયા છે,
આ સઘળું બીજા કાજ કર્યું
તોય અમે ખરાબ......

કહો ક્યો રાજકારણી આવે છે
ચૂંટણી પછી પ્રજાની પાસ
ને રાજા મરી જાય પ્રજાની કાજ
તોય અમે ખરાબ.......

ખરેખર અે પ્રજા મારી નજરમાં
સાવ ભીખારી છે...
જે અમ પુર્વજો ને માન ન
આપે ને કે અેને ખરાબ.....

ન આપે કોઈ પોતાની
માલિકીનો અેક દાણો ધાનનો ,
અમે જાગીરો ત્યજી પ્રજા કાજ
તોય અમે ખરાબ.......

હું તો રાજપુત છું સ્વાભાવ છે
હજુ શહિદ થવાનો ,
અમે દેશ માટે કફન અોઢીશું
તોય અમે ખરાબ.....

જાતને આગમાં જોંકીને
જીવનારો માણસ છું,
લાચારીની વાત નો કરશો,
છાતી ઠોકીને જીવનારો માણસ છું.

4 comments:

  1. भाई सिद्धराज सारू कार्य होइ ऐने हु हमेशा वखान करू छु आज नी आ सूंदर पंक्ति वाची ने मने खूब आनंद थयो मने हमेशा मारा नाना भाई पर गर्व छे

    ReplyDelete
    Replies
    1. आभार मोटा भाई।

      आवी ने आवी प्रेरणा आपता रहेजो।

      Delete